અમદાવાદગુજરાત

અમદાવાદ: સાબરમતી માં કાળી ગામ પાસે નાગદેવી મંદિરમાં 91,000 ની માલમતાની ચોરી

મૂર્તિના દાગીના તથા બાજુની રૂમમાંથી વાસણોની ચોરી કરી: પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.. રાણીપ કાળી ગામમાં ઈન્દીરા નગર ખાતે રહેતા સ્વામી ધુરાઈ પી.આદીદ્રવીડ કાળીગામમાં દિગ્વિજય ફેક્ટરી પાસે આવેલા નાગદેવી મંદિરમાં વર્ષોથી પુજાપાઠ કરે છે.

૧૬ ઓક્ટોબરના રોજ તેમણે સાંજે પાંચ વાગ્યે મંદિર ખોલીને પુજાપાઠ કરીને રાત્રે આઠ વાગ્યે મંદિર બંધ કર્યું હતું. ૧૭ ઓક્ટોબરના રોજ સવારે છ વાગ્યે તે મંદિરે પુજાપાઠ કરવા આવ્યા ત્યારે જોયું તો મંદિરના દરવાજાનું તાળુ તુટેલું હતું. આથી તેમણે મંદિરની પાછળની ઓરડીમાં રહેતા તેમના સમાજના હરીકૃષ્ણ આદીદ્રવીડ તેમજ અન્ય લોકોને બનાવ અંગે જાણ કરી હતી. તેમણે મંદિરમાં તપાસ કરતા નાગદેવી માતાની મુર્તિના ગળામાં પહેરાવેલું મંગળસુત્ર અને સોનાનું પેન્ડલ ચોરી થઈ હોવાનું જણાયું હતું. બાદમાં મંદિરની પાછળની ઓરડીમાં તપાસ કરતા તપેલા, ૨ ગેસની સગડી, રસોઈના વાસણો અને મંદિરમાં મુકવાની પિત્તળની ચીજવસ્તુઓ ગુમ હતી.

કોઈ અજાણ્યો ગઠિયો મંદિર અને ઓરડીમાંથી કુલ 91,000 ની માલમતા ચોરી ગયો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ અંગે સ્વામી ધુરાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close