અમદાવાદ: સ્મશાનગૃહમાંથી કોરોના સંક્રમિત પિતાની ડેડબોડી લઈ પુત્ર ફરાર…

મૃત્યુ પામેલા પિતાની ડેડબોડી સ્મશાનમાંથી લઈ પુત્ર ફરાર થઈ ગયો હતો.
કોર્પોરેશન અને પોલીસની દોડધામ વધી ગઈ હતી. એલીસબ્રિજ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નવરંગપુરાની સુશ્રુષા હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 10 દિવસ અગાઉ દાખલ થયેલા રાજસ્થાનના વૃદ્ધનું સોમવારે સવારે મોત થયું હતું.કોરોના દર્દીની ડેડબોડી વીએસ હોસ્પિટલ પહોંચ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી.
દર્દીના સગા અન્ય લોકોની રાહ જોતા હોવાથી હોસ્પિટલ સ્ટાફે પેમેન્ટની પ્રક્રિયા પુરી કરી હતી. હોસ્પિટલ સ્ટાફે બપોરે 2 વાગ્યે કોવિડ પેશન્ટનું મોત થયાની જાણ કોર્પોરેશનના અધીકારીને કરી હતી. સરકારના કોવિડ નિયમ મુજબ ડેડબોડીની અંતિમક્રિયા વીએસ ખાતે કરવાનું નક્કી થયું હતું. કોર્પોરેશનમાં ફોન કરી પૂર્વાન પટેલે સમય માંગ્યો હતો. તે પછી ફરી અંતિમક્રિયા માટે પૂર્વાન પટેલે કોર્પોરેશનના અધીકારીને ફોન કરી સમય માંગતા તેઓએ ડેડબોડી મોકલી દો તેમ જણાવ્યું હતું. ડેડબોડી તેમનો પુત્ર મહેન્દ્ર, એક મહિલા અને બીજા બે અજાણ્યા એમ 4 લોકો લઈને ફરાર થઈ ગયા છે. આ અંગે નોડલ ઓફિસરે મૃતકના પુત્ર મહેન્દ્રને ફોન કરતા ફોન બંધ આવતો હતો.