
અમદાવાદ અને મુંબઇથી ચાલતા કોલ સેન્ટર કૌભાંડોના પ્રણેતા માનવામાં આવતા એક વ્યક્તિ નીરવ રાયચુરાને અમદાવાદ શહેર પોલીસે ધરપકડ કરી છે. તેના પર મોડી રાત્રે નિષેધ, જુગાર અને આર્મ્સ એક્ટના ઉલ્લંઘન સંબંધિત કેસો નોંધવામાં આવ્યા છે. તેના ઘરમાંથી એક બાર અને રિવોલ્વર મળી આવી હતી.
વર્ષ 2016માં મુંબઈમાં થાણે પોલીસે કોલસેન્ટર કૌભાંડ ઝડપ્યું હતું,

જેમાં ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા માફિયાઓનાં નામ ખૂલ્યાં હતાં. જેમાં નિરવ રાયચૂરા અને તેના પાર્ટનર સાગર ઠક્કરનું પણ નામ હતું. પોલીસે રાયચુરાની ફિસ માંથી રૂપિયા 34,500 ની પાંચ દારૂની બોટલો પણ કબજે કરી હતી. એક સમયે સેગી ઉર્ફે સાગર ઠક્કર નિરવ રાયચૂરાનો કટ્ટર હરિફ હતો. સાગર પાસે એક નહી પણ બે ઔડી કાર હોવાનુ માનવામાં આવતું હતું. જયારે તે અન્ય કોલ સેન્ટરના માલીકો સાથે રોજ સવારે 4થી 6 વાગ્યા સુધી પરીમલ ગાર્ડન પાસે આવતો હતો. સાગર ઠક્કર તેના ત્યા કામ કરનાર કર્મચારીને 50 હજાર ડોલરનો ટાર્ગેટ પુરો કરવા પર રશિયન યુવતી અને ગોવાની ટ્રીપ ઓફર પણ કરતો હતો.