અમદાવાદક્રાઇમટ્રેડિંગન્યુઝરાષ્ટ્રીય

અમદાવાદ : સોલા વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ, સોલા પોલીસ નિષ્ક્રિય હોવાથી PCBએ રેડ કરવી પડી

છેલ્લા એક મહિનાથી શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સદંતર બંધ છે, પરંતુ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. સોલા પોલીસની રહેમનજર હેઠળ દેશી દારૂનું વેચાણ થતું હોવાને લઇ છેવટે પોલીસ કમિશનરની સ્કવોડ પ્રિવેન્સન્સ ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ દરોડા પાડી દેશી દારૂ ઝડપવો પડ્યો છે. સોલાના ચાંદલોડીયા પાસે આવેલા ગાયત્રીનગર છાપરામાંથી 60 લીટર દેશી દારૂ ઝડપ્યો છે. દારૂનો જથ્થો ગોતા હાઉસિંગમાં બુટલેગર પાસેથી વેચવા લાવ્યો હતો. સોલા પોલીસ દેશી દારૂ, આરોપીના સરઘસ અને હવે ફરી બેફામ વેચાણથી વિવાદમાં છે. છતાં સોલા પોલીસને ઉચ્ચ પોલીસ અધિકારીઓ કેમ બચાવી રહ્યા છે તેના પર સવાલ છે.

PCBને ચાંદલોડીયામાં દેશી દારૂ વેચાતો હોવાની બાતમી મળી હતી

સમગ્ર શહેરમાં દેશી દારૂનું વેચાણ બંધ છે ત્યારે PCBની ટીમને માહિતી મળી હતી કે, ચાંદલોડીયા દુર્ગા સ્કૂલ પાસે આવેલા ગાયત્રીનગરમાં છાપરામાં રહેતી હીરાબેન દંતાણી નામની મહિલા બુટલેગર દારૂ વેચે છે. જેથી PCBએ ત્યાં દરોડો પાડયો હતો. પોલીસને બે થેલા મળી આવ્યા હતા. થેલામાં તપાસ કરતા દેશી દારૂની થેલીઓ મળી આવી હતી. 60 લીટર દેશી દારૂ પોલીસને મળ્યો હતો. પોલીસે તમામ દેશી દારૂ કબ્જે કર્યો હતો.

ગોતા હાઉસિંગના બુટલેગર પાસેથી દેશી દારૂ લાવીને મહિલા વેચતી

પોલીસે આરોપી હીરાબેન દંતાણીની પૂછપરછ કરતા ગોતા હાઉસિંગ વિસ્તારમાં કમલેશ સિંધી નામના બુટલેગર પાસેથી દેશી દારૂ વેચવા લાવી હતી અને ગ્રાહકોને દારૂ વેચતી હતી. અમદાવાદમાં પોલીસ કમિશનરે દારૂ અને જુગાર બંધ કરાવ્યો છે ,પરંતુ સોલામાં વહીવટદાર અને પીઆઇ બુટલેગરોને સાચવી રહ્યા છે. દેશી દારૂ વિસ્તારમાં વેચાય છે જે સોલા પોલીસને જાણ છે, પરંતુ પોલીસ કેસ કરતી નથી. થોડા દિવસ પહેલા પણ સોલાના જ લિસ્ટેડ બુટલેગર અજય દંતાણીને બોપલ પોલીસે પોતાની હદમાંથી મોટા દારૂના જથ્થા સાથે સપલાય કરતા પકડી લીધો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close