અમદાવાદ મ્યુનિ. ની નવી ગાઇડલાઇન: વેપારીઓએ રાખવો પડશે ખાસ ખ્યાલ,

ખુલ્લામાં કપડાંનું વેચાણ નહીં કરી શકાય..
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તહેવાર નિમિત્તે જાહેર રસ્તા પર રહેલા લારી ગલ્લા, ફેરિયા માટે એસઓપી જાહેર કરી છે. હાટડી, મંડપ, લારીમાં ફુટપાથ, ખુલ્લી જગ્યામાં કે ડોમ બાંધીને કપડા વેચતા વેપારીઓ માટે ખાસ ગાઇડલાઇન બહાર પડાઇ છે. ડોમના પ્રવેશ દ્વારા પર સેનિટાઇઝર અને થર્મલ ગન રાખવાની રહેશે. હાથલારીમાં કપડા વેચતા ફેરિયાઓએ ગ્લોવ્ઝ પહેરવાના રહેશે. ફેરિયાઓ અને સ્ટાફે દર 15 દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો રહેશે. વિવિધ પ્રકારના કપડાને સાઇજ અનુસાર અલગ અલગ પેકિંગમાં જ રાખવાના રહેશે. ગ્રાહકોની ભીડ વધે તો લાઇન બનાવી વેચાણ કરવાનું રહેશે.
સુરત: આ નિયમોનું કરવુ પડશે પાલન..

હીરા બજારમા ટ્રેડીગ કે ઓફિસમાં દોઢ ફુટનું ઓછામાં ઓછું અંતર રાખવાનું રહેશે તથા માસ્ક ફરજ્યાત પહેરવાનું રહેશે. હીરા બજારમાં કામ કરતાં તમામ કર્મચારીઓને સરકારની આરોગ્ય સેતુ એપ્લીકેશન ફરજ્યાત ડાઉન લોડ કરાવવાની રહેશે. તથા તમામ યુનિટમાં ફરજ્યાત સીસી ટીવી કેમેરા ચાલુ રાખવા તથા રેકર્ડીંગ રાખવાનું રહેશે.
તહેવાર નિમિતે લોકો ખરીદી માટે દુકાનો, લારીઓ, જાહેર પ્લોટમાં લાગેલા ડોમમાં કપડા સહિત અન્ય વેચાણ થાય છે. જ્યાં હવે નવી એસઓપી અનુસાર વેપારીઓ અને લારીમાં વેચાણ કરતા કે ડોમ બનાવી વેચાણ કરતા કપડા હવે ખુલ્લામાં વેચી નહી શકાય. પરંતુ કપડા પાર્સલ કરીને આપવાના રહેશે.
ગ્રાહકો માલ સામાનને સ્પર્શી શકશે નહી. ગ્રાહક ટ્રાયલ પણ નહી કરી શકે. પેન્ટ, શર્ટ, ટી શર્ટ કે અન્ય કોઇ પણ પ્રકારના કપડા ખુલ્લા વેચાણ કરવા નહી.