અમદાવાદ

અમદાવાદ: પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી,માલિક જ નીકળ્યો ચોર! જાણો શું કર્યું માલિકે..

એમ.વી.એકટ -185 મુજબ પોલીસે જમા કરેલી કાર લઈને ખુદ માલિક જ ફરાર

શુક્રવારે રાત્રે 8 વાગ્યે પોલીસ શિફ્ટ બદલાતી હોય, તે સમયે પોલીસ કર્મચારીઓનું ધ્યાન ગયું હતું કે, ગુરુવારે જમા લીધેલી કાર ગાયબ થઈ છે. રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનના પાર્કિંગમાંથી પોલીસે એમ.વી.એકટ 185 મુજબ જમા લીધેલી કાર ગણતરીના કલાકોમાં ચોરી થઈ જતાં પોલીસ સ્ટાફમાં દોડધામ મચી હતી. સિક્યુરિટી ગાર્ડ સહિત અનેક લોકોની પૂછપરછ અને કલાકોની દોડધામ બાદ જાણવા મળ્યું કે, કારનો માલિક જ ચોર છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના સામેના પાર્કિંગમાં પોલીસ સ્ટાફ કબ્જે લીધેલ વાહનો, પોલીસના ટુ વ્હીલર, રિક્ષાઓ વગેરે પાર્ક કરે છે.

આખરે પોલીસે કાર માલિક વિરુદ્ધ પોતાની જ કારની ચોરી કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે જમા લીધેલી કાર માલિકે કેમ કરી? તે આરોપી ના પકડાય ત્યાં સુધી પોલીસ માટે કોયડા સમાન છે.રિવર ફ્રન્ટ વેસ્ટ પોલીસે કારની ચોરી અંગે તેના માલિક યજ્ઞેશ વિરુદ્ધ પોતાની જ કાર પોલીસ કસ્ટડીમાંથી ચોરી જવા અંગેનો ગુનો નોંધ્યો હતો.

આરોપી યજ્ઞેશ પટેલ વિરુદ્ધ એક જ પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close