
કાચા પાકા કામના કેદીઓને પરિવાર સાથે અઠવાડિયામાં ત્રણ વખત ઓડિયો-વીડિયો થી વાતચીત કરાવાય છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4842 કેદીઓએ પરિવાર સાથે જીવન સિસ્ટમ (E) થી મુલાકાત લીધી.

ગુજરાત રાજ્યમાં કોરોના ની બીજી લહેર માં અને લોકો સપડાઈ રહ્યા છે જેને ધ્યાનમાં રાખીને સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓને પોતાના પરિવાર સાથે મુલાકાત માટે જીવન સિસ્ટમ Eની મદદથી અઠવાડિયામાં ત્રણ વખત વાતચીત કરવામાં આવી રહી છે. સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા કાચા પાકા કામના કેદીઓ પોતાના પરિવાર સાથે વાતચીત કરી શકે તે માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
આજદિન સુધી 4842 કેદીઓએ પોતાના પરિવારજનો સાથે વાતચીત કરી છે, આ અભિયાનના કારણે કોરોનાનુ સંક્રમણ અટકાવી શકાય તેમજ તેમના પરિવારજનોને પણ આર્થિક ફાયદો થાય કેદીઓને સપ્તાહમાં ત્રણ વખત ઓડિયો વીડિયોથી પરિવાર સાથે વાતચીત કરવામાં આવી રહી છે.