અમદાવાદ: કરોડોની ઠગાઈના ગુનાના ફાઈનાન્સર અલ્પેશ પટેલે કરી આત્મહત્યા,

સ્યુસાઇડ નોટમાં પત્નીને સંબોધી મૃતકે લખ્યું કે, “જયા તું આ લોકોને છોડતી નહીં” આત્મહત્યા કરવા પાછળ 10 લોકોને ગણાવ્યાં જવાબદાર
વડોદરાના સયાજીગંજ વિસ્તારની હોટલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર અલ્પેશ પટેલ ની કારમાંથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં નાગાર્જુન, ભરત અને નરેન્દ્રસિંહ સહિત 10 લેણદારો અને ભાગીદારોના નામ મૃતક અલ્પેશે લખ્યા છે.આ લોકોના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

પત્નીને સંબોધી મૃતકે લખ્યું કે, જયા તું આ લોકોને છોડતી નહીં. પોલીસે અલ્પેશની પત્ની જયાબહેનની ફરિયાદ આધારે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો.સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નાગાર્જુનભાઈ, ભરત ભૂતિયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, અનિરુદ્ધસિંહ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરતસિંહ જોધા અને અમિત ખૂંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.