અમદાવાદ
અમદાવાદ : 70 ટકા વાલી કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સંતાનોને સ્કૂલે મોકલવાનું જોખમ લેવા તૈયાર નથી

સંખ્યાબંધ ખાનગી સ્કૂલોએ સોશિયલ મીડિયામાં પ્રશ્ન પૂછી વાલીઓનો મત જાણ્યો અમદાવાદની અગ્રણી સ્કૂલોના સંચાલકોના દાવા પ્રમાણે 70 ટકાથી વધુ વાલી બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી . કોરોનાની વેક્સીન ન આવે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાનો તેમનો મત છે . સ્કૂલ સંચાલકો પણ ઉતાવળે સ્કૂલો શરૂ કરીને કોઈ રિસ્ક લેવા માંગતા નથી . મોટાભાગના સ્કૂલ સંચાલકો અન્ય સ્કૂલો ખુલ્યા પછીની સ્થિતિ બાદ નિર્ણય લેશે .21 સપ્ટેમ્બરથી ધો .9 થી 12 ના બાળકોને સ્કૂલ બોલાવવાના મુદ્દે વાલીઓનો મત સ્પષ્ટ છે . મોટાભાગની સ્કૂલોએ વાલીઓને સોશિયલ મિડીયાના માધ્યમથી પૂછ્યું હતું કે શું તેઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા ઇચ્છે છે કે નહીં ? જેના જવાબમાં મોટાભાગના વાલીઓએ ઓનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવા જણાવ્યું છે