ગુજરાતરાષ્ટ્રીય

કૃષિ બીલ : અમરિન્દર કોર્ટમાં જશે

  • ખરડા પર હસ્તાક્ષર નહીં કરવા રાષ્ટ્રપતિને અકાલી દળની અપીલ

કૃષિ ખરડાઓ ના મુદ્દા પર હવે રાજકીય લડાઇ વધુ તીવ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે પંજાબના મુખ્યમંત્રી સિંઘે એવી ચેતવણી આપી છે કે આ બાબતમાં તેઓ ભાજપ અને તેના સાથી પક્ષો સામે કોર્ટમાં જશે.
દરમિયાનમાં અકાલી દળ દ્વારા રાષ્ટ્રપતિ ને વિનંતી કરવામાં આવી છે કે ખેડૂતોના હિતોને ભયંકર નુકસાન કરતાં આ ખરડા પર હસ્તાક્ષર ન કરે. પંજાબના મુખ્યમંત્રી એમ કહ્યું છે કે કૃષિ ખરડાઓ સદંતર ખેડૂત વિરોધી છે અને ખેડૂતો પાયમાલ થઈ જવાના છે.
તેમણે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર સાથે સામેલ રહેલી અકાલી દળ સહિતની તમામ પાર્ટીઓ સામે કોર્ટમાં જ શું અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે છેવટ સુધી લડાઈ લડવામાં આવશે.
એમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ આ ખરડાને મંજૂરી આપે કે તરત જ અદાલતમાં પહોંચી જશું. દરમિયાનમાં શિરોમણી અકાલી દળના પ્રમુખ બાદલ દ્વારા રાષ્ટ્રપતિ ને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ ખરડા પર હસ્તાક્ષર ન કરે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close