સ્પોર્ટ્સ
KKR vs DC રાણા (81) ની ઇનિંગ બાદ KKRએ DC ને વરૂણની ઘાતક બોલિંગથી 59 રનથી હરાવ્યું..

કોલકાતા તરફથી સુનીલ નારાયણ અને નીતીશ રાણાએ સદીની ભાગીદારી નોંધાવી અને ટીમને 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા.

નરેને તેની 64 રનની ઇનિંગ્સમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. રાણાએ 81 રન બનાવ્યા હતા. તેણે તેની ઇનિંગમાં 53 બોલનો સામનો કર્યો અને 13 ચોગ્ગા, એક સિક્સર ફટકારી. દિલ્હી તરફથી એનરિક નોર્ટેજે, કેગિસો રબાડા, માર્કસ સ્ટોઇનિસે બે-બે વિકેટ ઝડપી હતી.