રાષ્ટ્રીયવેપાર

અંબાણીને પછાડી હવે ગૌતમ અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ!

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે શેરબજારમાં અદાણી ગ્રૂપના શેરમાં અદભૂત ઉછાળો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે. આ પહેલા મુકેશ અંબાણીનો દબદબો હતો.

સાઉદી અરામ્કો સાથેની ડીલ તૂટ્યા બાદ રિલાયન્સના શેરમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.44 ટકાના ઘટાડા સાથે 2351.40 પર બંધ થયો હતો.

જ્યારે અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સ 4.63 ટકા વધીને 763, અદાણી એન્ટરપ્રાઇઝ 2.08 ટકા વધી 1742.90 પર, જ્યારે અદાણી ટ્રાન્સમિશન 0.36 ટકાના વધારા સાથે 1948 પર બંધ થયા હતા. તમને જણાવી દઈએ કે અદાણી ગ્રુપની કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટેડ છે. જેમાં આ ત્રણ કંપનીઓ સિવાય અદાણી ગ્રીન, અદાવી પાવર અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે.

છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 55 અબજ ડોલરનો વધારો થયો છે, જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિમાં માત્ર 14.3 અબજ ડોલરનો વધારો થયો છે.23 નવેમ્બરના રોજ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના ડેટા અનુસાર, અદાણીની નેટવર્થ $88.8 બિલિયન હતી. તે જ સમયે મુકેશ અંબાણી $91 બિલિયનની નેટવર્થના માલિક હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × five =

Back to top button
Close