મનોરંજન
અર્જૂન કપૂર બાદ મલાઈકા અરોરા પણ કોરોના પોઝિટીવ

બોલિવુડ અભિનેતા અર્જૂન કપૂરે તાજેત્તરમાં કોરોના વાઈરસથી સંક્રમિત હોવાની જાણકારી આપી. ત્યારબાદ અભિનેત્રી મલાઈકા અરોરાને પણ કોરોના થયો છે. મલાઈકામાં પણ અર્જૂનની જેમ જ કોરોનાના કોઈ લક્ષણ નજર આવી રહ્યા નથી પણ તે કોરોના પોઝિટીવ છે. તેની પુષ્ટી મલાઈકાની બહેને કરી છે.
હાલમાં મલાઈકા અરોરા પણ હોમ ક્વોરન્ટાઈનમાં છે. ત્યારે અર્જૂન કપૂર પણ કોરોના પોઝિટીવ આવ્યા પછી હોમ ક્વોરન્ટાઈનમાં છે. તમને જણાવી દઈએ કે અર્જૂન કપૂરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પોતાની તબિયતની જાણકારી આપી હતી.
પહેલા સમગ્ર બચ્ચન પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે. અભિનેતા અનુપમ ખેરનો પરિવાર પર કોરોનાથી સંક્રમિત થયો હતો. હાલમાં મોટાભાગના સેલેબ્રિટી કોરોનાને હરાવી પોતાના ઘરે પહોંચ્યા છે.