આંતરરાષ્ટ્રીય

4 દિવસ પછી પિરામિડથી બે ગણો એસ્ટેરોયડ ધરતી વાતાવરણ સાથે અથડાશે

4 દિવસ પછી પિરામિડથી બે ગણો એસ્ટેરોયડ ધરતી વાતાવરણ સાથે અથડાશે એવું વૈજ્ઞાનિકો નું માનવું છે.
આ એસ્ટેરોયડનું નામ એપોલો એસ્ટેરોયડ છે, વૈજ્ઞાનિકોએ આ ખતરનાક એસ્ટેરોયડને દસ વર્ષ પહેલા શોધ્યો હતો

ગીજાના પિરામિડથી બે ગણો મોટો એસ્ટેરોયડ(તારાના આકરનો સુક્ષ્મ ગ્રહ) ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. તે 6 સપ્ટેમ્બરે ધરતીની કક્ષામાં પ્રવેશ કરશે. અમેરિકાની આંતરિક્ષ એજન્સી NASAના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તે ધરતીના વાતાવરણની સાથે ટકરાય તેવી શકયતા છે. ભારતીય સમય અનુસાર તે 6 સપ્ટેમ્બરે બપોરે 3 વાગ્યેને 30 મિનિટે ધરતીના વાતાવરણ સાથે ટકરાઈ શકે એવું અનુમાન લગાવી રહ્યા છે વૈજ્ઞાનિકો.

વૈજ્ઞાનિકોની ભાષામાં તેનું નામ 465824(2010FR) છે. વૈજ્ઞાનિકોએ આ ખતરનાક એસ્ટેરોયડને દસ વર્ષ પહેલા શોધ્યો હતો.
આ એસ્ટેરોયડનું નામ છે એપોલો એસ્ટેરોયડ. તે ધરતીની કક્ષાને પાર કરી રહ્યો હોવાથી તે ધરતી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
સેન્ટર ફોર નીયર અર્થ ઓબ્જેક્ટ્સ(CNEOS)ના સાયન્ટિસ્ટે કહ્યું છે કે અન્ય એસ્ટેરોયડ્સની જેમ આ પણ ધરતીની નજીકમાંથી પસાર થઈ જશે. તેનાથી ધરતીને કોઈ ખતરો નથી. જોકે નાશાના વૈજ્ઞાનિકોએ ખતરાની શકયતા વ્યક્ત કરી છે.

એસ્ટેરોયડ ધરતી તરફ 50,533 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવી રહ્યો છે. એટલે કે લગભગ 14 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિ છે. આ પિરામિડ 270 મીટર(885.82 ફુટ) પહોંળો અને 886 ફીટ લાંબો છે. તે ઈજિપ્તમાં સ્થિત ગીજાના પિરામિડની સરખામણીમાં બે ગણો મોટો છે.

નાસાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આમ તો ગભરાવવાની જરૂર નથી, કારણ કે એસ્ટોરોયડ ધરતીની નજીકમાંથી પણ પસાર થઈ શકે છે, જોકે તેની વાતવરણમાંથી ધુસીને નીકળવાની પ્રક્રિયા ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિમાં ફસાઈને તે જમીન કે સમુદ્રમાં પણ પડી શકે છે.

NASA અને CNEOSના વૈજ્ઞાનિક આ એસ્ટેરોયડ પર નજર રાખી રહ્યાં છે. કારણ કે તેની ગતિ ખૂબ જ વધારે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, આવા એસ્ટેરોયડ દર 100 વર્ષમાં ધરતી સાથે ટકરાવવાની 50,000 શકયતાઓ હોય છે. જોકે કોઈને કોઈ રીતે પૃથ્વીના કિનારેથી નીકળી જાય છે.

ખગોળશાસ્ત્રીઓના આંતરરાષ્ટ્રીય સમુહના ડો.બ્રૂસ બેટ્સે આવા એસ્ટેરોયડને લઈને કહ્યું કે નાના એસ્ટેરોયડ કેટલાક મીટરના જ હોય છે. તે વાતાવરણમાં આવતાની સાથે જ સળગી જાય છે. તેનાથી કોઈ મોટું નુકસાન થતું નથી. વર્ષ 2013માં લગભગ 20 મીટર લાંબો એક ઉલ્કાપિંડ વાતાવરણમાં ટકરાયો હતો. એક 40 મીટર લાંબો ઉલ્કાપિંડ 1908માં સાઈબેરિયાના વાતાવરણમાં અથડાઈને સળગી ગયો હતો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − six =

Back to top button
Close