સ્પોર્ટ્સ

અફઘાનિસ્તાનના સ્ટાર ઓપનરનું સડક અકસ્માતમાં થયું નિધન

29 વર્ષના અફઘાની બેટ્સમેન નજીબ શુક્રવારે એટલે કે 2 ઓક્ટોબરે એક સડક દુર્ઘટનાનો શિકાર બન્યા હતા. જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને સારવાર દરમિયાન કોમામાં જતા રહ્યા હતા. તેમના માથામાં ઈજા થઈ હતી. આ પછી તેમનું નિધન થયું હતું. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેઓએ 24 મેચ માં 2030 રન બનાવ્યા છે જેમાં 6 શતક અને 10 અર્ધશતક સામેલ છે. તેમની એવરેજ 47થી વધુ રહી છે.

શુક્રવારે નજીબ પૂર્વ નનગારહરમાં કરિયાણાની દુકાનેથી નીકળીને સડક પાર કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી આવી રહેલી કારે તેમને ટક્કર મારી. ત્યારબાદ તેમને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. સલામી બેટ્સમેન નજીબને અફઘાનિસ્તાનની તરફથી એેક વન ડે મેચ અને 12 ટી-20 ઈન્ટરનેશનલ મેચ માટે યાદ કરાશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 2 =

Back to top button
Close