મનોરંજન
અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેન્ગરેપની ઘટનાને લઇને ટવીટ કર્યુ.

ટ્વીટમાં પ્રિયંકાએ આ દૂષ્કર્મને લઇને ગુસ્સા સાથે સવાલ પણ પુછ્યો છે.
પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં પોતાની વાત કહેતા એક લાંબી પૉસ્ટ લખી, જેમાં એક્ટ્રેસે બર્બરતાની નિંદા કરતા પુછ્યુ કે આવી ઘટના વારંવાર કેમ થઇ રહી છે, હંમેશા મહિલાઓ અને યુવતીઓ જ કેમ રેપનો શિકાર થાય છે. આ નફરત કેમ? શું માતા-પિતા પોતાના બાળકોને આવી રીતે વધારી રહ્યાં છે? શું સરકારને બૂમો સંભળાતી નથી? અને કેટલી નિર્ભયા? અને કેટલા વર્ષ?
આ પહેલા બૉલીવુડના અન્ય સેલેબ્સે પણ સોશ્યલ મીડિયા પર ઘટના વિરુદ્ધ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે, અને ન્યાયની માંગ કરી છે.