અભિનેત્રી દીપિકા પાદુકોણ ડ્રગ્સ કેસ ના તપાસ માટે NCB ઓફિસ પહોંચી છે…

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવતા જ બોલિવૂડના મોટા મોટા સ્ટાર્સ રડાર પર આવી ગયા છે. એનસીબી દ્વારા ડ્રગ્સ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે.
દીપિકા પાદૂકોણ NCB ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ છે. એનસીબી દ્વારા ડ્રગ્સ મામલામાં તપાસ કરવામાં આવી રહી છે. જેને લઈને પૂછપરછ કરવામાં આવશે.ડ્રગ્સ ચેટ અને બોલિવૂડમાં ચાલી રહેલા ડ્રગ્સને લઈને અનેક સવાલ જવાબ પૂછવામાં આવશે. અનુભવ ચોપરા અને ક્ષિતિજ પ્રસાદની હજી સુધી ધરપકડ કરવામા આવી નથી. બંનેની માત્ર અટકાયત કરાઈ છે. એનસીબી તેઓની ધરપકડ પણ કરી શકે છે. ક્ષિતિજ પ્રસાદના ઘરેથી એનસીબી ને તપાસમાં ગાંજો મળી આવ્યો છે.

મેનેજર કરિશ્માની એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. તેમની આજે ફરી પૂછપરછ કરવામાં આવશે.દીપિકાની કરિશ્મા સાથેની ચેટ વાયરલ થઈ હતી. આ વોટ્સએપ ચેટમાં દીપિકા ડ્રગ્સને લઈને વાત કરી રહી છે. વોટ્સએપ ગ્રૂપમા કરિશ્મા અને દીપિકા વાત કરી રહી હતી, દીપિકા તેમાં એડમિન હતી.
દીપિકા પાદુકોણન અને મેનેજર કરિશ્માને સામ સામે બેસાડીને સવાલ જવાબ કરવામાં આવશે. સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પણ આજે પૂછપરછ કરવામાં આવશે.