ગુજરાત
સરકાર માન્ય રજીસ્ટ્રેશન વગર વ્યવસાય દવાખાનું ચલાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી..

ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે સરકાર માન્ય રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય દવાખાનું ચલાવતા ઉમરેઠ ગામના રહેવાસી ચિરાગ નવીનચંદ્ર રાણાની ધરપકડ કરવામાં આવી.
મેડીકલ ઓફીસર પી.એચ.સી. સુંદલપુરા દ્વારા આપેલી ફરિયાદના આધારે આરોપી ચિરાગ નવીનચંદ્ર રાણા ની વિરુદ્ધમાં ધી ગુજરાત મેડિકલ એક્ટ પ્રેક્ટિશનર્સ એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦,૩૨,૩૫ મુજબ કાયદેસર તપાસ માટે આપેલી ફરિયાદના આધારે પંચાયત પાસે આવેલ પ્રાઇવેટ દવાખાનું ચલાવતા અટકાયત કરતા આરોપીના દવાખાનામાંથી તપાસ કરતાં કુલ ૭૦૬૦૮ રૂપિયાની જુદી-જુદી દવાઓનો જથ્થો રિકવર કરી આરોપી રહેવાસી ઉમરેઠ લાલ દરવાજા પાસે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા ચિરાગ નવીનચંદ્ર રાણા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.