પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે બનતા અકસ્માત નો સિલ સિલો વધતો જોવા મળી રહ્યી છે.

ગઈ કાલે બપોર બાદ વિસાવાડા બાયપાસ રોડ ઉપર એક કાર ચાલકે બાઇક ચાલકો ને અફડેટ લેતા અકસ્માત સર્જાયો હતો.
ગડું થી લઈને દ્વારકા સુધી નેશનલ હાઇવે બનતા અકસ્માત માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તારીખ 19 રોજ પોરબંદર ના વિશાવાળા ગામે બાયપાસ રોડ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માત સીસીટીવી કેમેરા માં જોવા મળી રહ્યું છે.
જેમાં હાઇવે ના કૉટ્રાક્ટરો ઓ નિજ ગાડી હોવાનું જણવા માડી રહ્યું હતું જે ગાડી દ્વારકા સાઈડ થી પોરબંદર તરફ આવી રહ્યા હતા અને બાઇક ચાલકો વિશાવાળા થી હાઇવે પર ચડી રહ્યા હતા ત્યારે બંને એકા એક સામસામે આવી ગયા હતા અને કાર ચાલક એ આ બન્ને યુવાનો ને અડફેટે લેતા બંને ને ઈજા પોહચી હતી વિસાવાળા ગામે રહેતા હમીર ખીમાં સિંગરખિયા અને તેમની સાથે એક અન્ય યુવાન આ બંને વિસાવડા થી હાઈવે તરફ ચડી રહ્યા હતા.
ત્યારે એકાએક કાર આવી અને આ બંને ને અડફેટે લીધા હતા જેમાં હમીર ખીમાં સિંગરખિયા ને ગંભીર ઇજા થતાં તત્કાલિત પોરબંદર ખસેડાયો હતો ત્યાર બાદ વધુ ગંભીર જનતા તેને રાજકોટ ખસેડાયો હતો ત્યારે હાઇવે પરના અધિકારીઓ એ આ બંને ને અડફેટે લઈને જોય અને માનવતા નેવે મૂકી અને આ કાર ચાલોકો તરતજ નાસી છૂટીયા હતા જેને લઈને આવિસ્તારો ના લોકો માં ભારે રોસ જોવા મળી રહ્યો હતી