ગુજરાત
ગોંડલ જેતપુર નેશનલ હાઇવે પર અકસ્માત ખાનગી બસ કેનાલમાં ખાબકી,

ગોંડલમાં ખાનગી બસ કેનાલમાં ખાબકી
રાજકોટ નજીક ગોંડલ-જેતપુર હાઇવે પર મુસાફરોથી ભરેલી બસ કેનાલ ખાબકી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટ જામવાડી નજીક ખાનગી બસ પાણી ભરેલા વોંકળામાં ઉતરી જતાં અકસ્માત થયો હતો. સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોને મોતના મુખમાંથી બચાવી બસમાંથી બહાર ઉતારવામાં આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.