ACBએ બોલાવ્યો સપાટો, શિક્ષણાધિકારી 10 લાખ લાંચ લેતા ઝડપાયા,

તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્યમાં અવાર-નવાર લાંચ લેતા અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહે છે ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરત નજીક તાપી જીલ્લામાંથી આવી છે. તાપી જિલ્લાની ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઇ મંગળભાઇ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇન્સ્પેકશનમાં મુદ્દાઓની પુર્તતા માટે શાળાને નોટિસ આપી હતી.