
માર્ચ મહિનાના છેલ્લા દિવસોથી સમગ્ર ભારતમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ સામે દરમિયાન કેટલાય લોકોને કેટલીય અલગઅલગ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીનાં કારણે આત્મહત્યા કરનારાનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાની એન્ટ્રી થયા બાદ આત્મહત્યાના બનાવો ઘણા વધ્યા છે.

હવે અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે એવામાં પણ ઘણા લોકોને હાલાકી ભોગવવી પડે છે. પૈસાની તાણ અને કામની અછતને કારણે અનેક લોકોએ જીવન ગુમાવ્યા છે. 18થી 29 વર્ષની વય ધરાવતા યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. ફક્ત રાજકોટમાં જ મે મહિનામાં 22 જેટલા અને જૂન મહિનામાં 40 જેટલા આપઘાતના કિસ્સા સામે આવ્યાં હતા. કોરોનાકાળ દરમિયાન મૂળ જામનગરનો એક વ્યક્તિ જએ રાજકોટમાં મિસ્ત્રી કામ કરતો હતો એને કામ ન મળતા લોકડાઉનથી કંટાળીને જીવ ટૂંકાવ્યો હતો.

આપઘાત કરવાની પાછળના મૂળ કારણોમાં ગરીબી, બેકારી, સહનશીલતાનો અભાવ એકલતા, સામાજિક નીરસતા, બિમારી, પારિવારીક ઝઘડા જેવા અનેક નાનામોત કારણો હોય શકે છે. હજુ પણ કોરોના કાળ ચાલી રહ્યો છે અને તેને કારણે અનેક લોકોને બે ટંક પૂરતું ભોજન મળતું નથી. જેના કારણે આવા આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે.