કેટલી હાલાકી ભોગવશુ ?? દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે પણ અરજદારો માટે પૂરતા આધારકાર્ડ સેન્ટર જરૂરી નહીં???

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા ભાગે ખંભાળિયામાં જિલ્લાકક્ષાની કચેરીઓ આવેલી છે ત્યારે ખંભાળિયા તાલુકા ની હદમાં 85 જેટલા ગ્રામ્ય વિસ્તારો આવેલા છે જે ગામની વિસ્તારના લોકોને આધારકાર્ડ કઢાવવા માટે ભારે હાલાકી પડી રહી છે જે અંગે યુવા પત્રકારો મુસ્તાક સોઢા અને મુસ્તુફા સુમરા મામલતદાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને હાલાકી ન પડે તે માટે વધારાના સેન્ટર ખોલી ખંભાળિયા તાલુકામાં વસવાટ કરતા લોકોને હાલાકી હળવી કરવા લેખિતમાં રજૂઆત કરી છે.
જેમાં તેઓએ જણાવેલ વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં આધારકાર્ડ ના એક થી બે જેટલા સેન્ટર આવેલા છે.જેથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.ખંભાળિયા તાલુકાનું સલાયા ગામ નગરપાલિકા વિસ્તાર આવેલું હોય અને વધુ વસ્તી ધરાવે છે . છતાં ત્યાં આધારકાર્ડ કઢાવવા માટે નું હાલ માં કોઈ સેન્ટર નથી . તેથી સલાયા ગામે તત્કાલ આધારકાર્ડ ના સેન્ટર ફાળવવામાં આવે તેવી મામલતદાર અને પ્રાંત અધિકારી ને રજૂઆત કરી યોગ્ય કરવાની માંગણી કરી છે . તેમજ આધાર કાર્ડ સેન્ટર માં માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ તેની વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. રિપોર્ટર વિતલ પીસાવાડિયા