અમદાવાદગુજરાતટ્રેડિંગમનોરંજનરાજકોટ

સિટીઑ વગાડતું આવી ગઈ છે અનોખી શોર્ટફિલ્મ પ્રેશર કુકર..

પ્રેશર કુકર આમ તો આ શબ્દથી બધા પરિચિત હશે જ, પણ આજે આ શબ્દને અનોખી રીતે ઉપયોગમાં લાવી અને LIME- CHILLIES ENTERTAINMENT એક અનોખી શોર્ટ ફિલ્મ લાવી છે, જેમાં રસોડામાં વપરાતા પ્રેશર કુકરને લઈને એક આખી વાર્તાનું સારાંશ કાઢવામાં આવ્યો છે.

સામાન્ય રીતે કૂકરની સીટી વાગ્યા પછી તેની અંદર રહેલ કાચા શાકભાજી કે કાચી દાળ પાકીને તૈયાર થઈ જતી હોય છે, એવું જ કંઈક આ શોર્ટ ફિલ્મ પ્રેશર કૂકરમાં પણ છે, સામાન્ય જીવનમાં જોવામાં આવતી સમસ્યાઓને પ્રેશરકૂકરમાં પકાવીને તમારી સમક્ષ રાખવામાં આવી છે.

આ શોર્ટફિલ્મ રાજકોટમાં શૂટ કરવામાં આવી છે અને સાથે જ તેમાં અનેક નામચીન ચહેરાઓ જોવા મળ્યા છે. કલાકરોની વાત કરીએ તો પીઢ એક્ટર એવા પ્રવીણ પઢીયાર અને સાથે જ રૂપલબેન સોની પણ આ શોર્ટફિલ્મમાં જોવા મળ્યા છે. સાથે જ લીડ રોલની વાત કરીએ તો તેમાં વેદાંગી શાહ અને દર્શન પરમાર નજરે ચઢશે, સાથે જ સ્મિત દોશી અને વત્સલ ડોડીયા પણ આ શોર્ટફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મ રાજકોટના યંગ ડિરેક્ટર હાર્દિક હરસોરા એ ડિરેક્ટ કરી છે, સ્ક્રિપ્ટ મેઘા ગોકાણીએ લખી છે અને ડીઓપી તરીકે આકાશ ગુજરાતી અને કેવિન કુબાવતે ખુબ સારું કામ કર્યું છે. એડિટિંગની વાત કરીએ તો એ પણ કેવિન કુબાવતે કરી છે.

આ શોર્ટફિલ્મના પ્રોડ્યુસર મનોજ પટેલ છે, સાથે જ મેકઅપ આર્ટિસ્ટ તરીકે હરેશ તુરીએ ખુબ સારી કામગીરી બજાવી છે.

આ શોર્ટ ફિલ્મ તમે યૂટ્યૂબ પર જોઈ શકો છો.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + twenty =

Back to top button
Close