
Bite Bite films અને Voice Without Noiseનો ભારતીય સાંકેતિક ભાષાને લોકો સુધી પંહોચાડવવાનો એક સહયોરી પ્રયાસ
આંતરરાષ્ટ્રીય સાઇન લેંગ્વેજ ડે ના દિવસે Bite Bite films અને Voice Without Noise દ્વારા લોકો સુધી પોતાની વાત પંહોચાડવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ વિડિઓમાં તેઓ ભારતીય સાંકેતિક ભાષા જાગૃતતા વિશે વાત કરી રહ્યા છે અને લોકોને સાઇન લેંગ્વેજ શીખવાની વિનંતી કરી રહ્યા છે.
આ વિડીયોની ખાસિયત એ છે કે કુલ 22 લોકો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જુદી જુદી 22 ભાષાઓ સાથે જોડાયેલા છે તે વ્યક્તિ સાથે, જે ફક્ત ISL ને જાણે છે તેની સાથે સાઈન લેંગ્વેજમાં આપણા રાષ્ટ્રગીતનું પ્રતિનિધિત્વ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
આ વિડીયો દ્વારા એ લોકોને બસ આટલો જ સંદેશ આપે છે કે સાઇન લેંગ્વેજ શીખવી જોઈએ અને તેમની સાથે વધુને વધુ વાતચીત કરવી જોઈએ. કેમ કે સાંકેતિક ભાષા એ મૂકબધિર લોકોને ઈશ્વરે આપેલી ઉમદા ઉપહાર છે.
વૃંદા સોની, તન્વી શાહ, વૃતાંત જગતાપ દ્વારા પ્રોજેક્ટ કન્સેપ્ટ ડેવલપ કરવામાં આવ્યો છે અને વૃંદા સોની, યશ દરજી દ્વારા દિગ્દર્શન કરવામાં આવ્યું છે. રુશી દવે દ્વારા લખાયેલ એકપાત્રી નાટક તન્વી શાહ દ્વારા ભજવવામાં આવ્યું છે.