શહેરા થી હાલોલ તરફ જઈ રહેલી ટ્રક મા ગેરજયદેસર લઈ જવાતો સોંપ સ્ટોન નો વેપલો પકડાયો

મોડાસા થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર ભરી હાલોલ તરફ જતી ટ્રકને શહેરાના ઝોઝ પાટીયા પાસે ખનીજ વિભાગે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી..
શહેરામાં ખનીજ વિભાગે ખનીજ ચોરો સામે લાલ આંખ કરી હતી.મોડાસા થી રોયલ્ટી પાસ વગર સફેદ પથ્થર પાવડર ભરીને હાલોલ તરફ જતી એક એલ.પી. ટ્રકને ઝોઝ પાટીયા પાસે ખનીજ વિભાગે પકડી પાડીને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવી હતી.
ખનીજ વિભાગે એલ.પી.ટ્રક અને સફેદ સ્ટોન પાવડર મળીને પાંચ લાખથી વધુનો મુદ્દામાલજપ્ત કરીને કાર્યવાહી કરતા ખનીજ ચોરો માં ફફડાટ ફેલાઈ ગયો હતો . શહેરામાં સફેદ પથ્થરના ગેરકાયદેસરના ખનનમા સ્થાનિક ખનન માફીઆ સક્રિય થયેલા છે અને તેઓ દ્વારા રાત્રીના સમયે સફેદ પથ્થરના કાળા કારોબારને અંજામ આપવામાં આવે છે તેઓની કાર્યપદ્ધતિ એટલી વ્યવસ્થિત છે કે ખાણ ખનિજ વિભાગના અધિકારીથી લઈ શહેરા મામલતદાર અને પ્રાંતની દરેક હિલચાલ પર તેઓની બાઝ નજર રહેતી હોય છે.
ત્યારે શનિવારના રોજ ખાણ ખનીજ વિભાગના બ્રિજેશ વસાનીને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક એલ.પી.ટ્રક જેનો રજીસ્ટ્રેશન નંબર જી.જે.૦૨.એક્સ ૩૪૬૧માં સફેદ રંગનો સોફ્ટ પથ્થર પાઉડર ભરી મોડાસાથી નીકળી હાલોલ ખાલી કરવા જઈ રહ્યો છે.
ત્યારે સાંજ સમયે લગભગ ૪.પ૬ મિનિટે આ ટ્રકને શહેરા થી દૂર ગોધરા હાઇવે પર ૪ કી.મી.એ આવેલા ઝોઝ ગામે આંતરી ચાલક પાસે આ સફેદ રંગના સોફ્ટ પથ્થર પાવડર અંગેની પાસ પરમીટ માંગતાં મળી આવેલી ન હતી. જેથી ખાણ ખનિજ વિભાગના અધિકારી દ્વારા ટ્રકને શહેરા મામલતદાર કચેરીએ લાવી તપાસ કરતા તેમાં ક્ષમતાથી વધુ પ્રમાણમાં પથ્થર પાઉડરનો જથ્થો જણાયો હતો અધિકારી દ્વારા ૫ લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો .
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this