દેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર
દ્વારકાના મીઠાપુર સુરજ કરાડી હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો

દ્વારકાના મીઠાપુર સુરજ કાળી હાઈવે રોડ ઉપર મધુરમ ફર્નિચર ની સામે રોડ ઉપર ગોવિદ સ્ટુડિયોમાં કામ કરતા પ્રવીણભાઈ તેમનું ટુ વ્હીલર મોપેડ ગાડી નં.Gj10 BQ 5674 લઈ જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે બરફ ભરેલો ટ્રક જેમના નંબર Gj14X7661 આવી રહેલો હતો અને પ્રવીણભાઈ ની મોપેડગાડી સાથે ધડાકાભેર અથડાતા એક ગમખ્વાર અકસ્માત થયો અકસ્માતમાં પ્રવીણભાઈ ને ગંભીર ઇજાઓ થતાં ટ્રક ચાલક પોતાનો ટ્રક છોડી ફરાર થઈ ગયો આ સમગ્ર મામલે સ્થાનિક લોકો દ્વારા 108ને ફોન કરતા 108 દ્વારા પ્રવીણભાઈ ને ટાટા કંપની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા પ્રવીણભાઈ ને ગંભીર ઇજાઓ થવાથી જામનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ