લાખણીના વાસણ ગામેથી રહેણાંક મકાનમાંથી કારતૂસ સાથે પિસ્તોલ મળી

રહેણાંક મકાનમાં મકાન માલિક હાજર ન મળતાં પંચ સાથે પોલીસે તપાસ કરી હથિયાર ઝડપ્યું.
લાખણી તાલુકાના વાસણ(કુ) ગામે પેટ્રોલિંગ સમયે ખાનગી બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં પંચની હાજરીમાં તપાસ કરતાં એક જીવતા કારતૂસ સાથે પિસ્તોલ મળી આવતાં પોલીસે પિસ્તોલ તથા કારતૂસ કબજે લઇ મકાન માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.આગથળા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એન. જાડેજા તેમના સ્ટાફના નટવરભાઈ, મહેન્દ્રસિંહ, કિસ્મતજી વગેરે સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વાસણ (કૂડા) ગામના ગણપતસિંહ નાથુસિંહ ગેલોત ના રહેણાક મકાનમાં પંચને સાથે રાખી તપાસ કરતાં એક રૂમની અભરાઈ ઉપરથી પરવાના વગરની લાકડાના હાથા વાળી અને લોખંડ જેવી ધાતુની એક નાળી વાળી MADE IN J.M.N. લખેલી પિસ્તોલ કિં.રૂ. 30000 તેમજ એક પિત્તળની અને ઉપરનો ભાગ તાં બા નો હોય એવી કારતૂસ કિં.રૂ. 100 મળી આવ્યું હતું. જોકે મકાનમાલિક હાજર ન મળી આવતાં પોલીસે પિસ્તોલ તથા કારતૂસ મળી કુલ 30100 /- નો મુદ્દામાલ કબજે લઇ મકાનમાલિક ગણપતસિંહ નાથુસિંહ ગેલોત વિરૂધ્ધ આર્મ્ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.