ગુજરાત

51 શક્તિપીઠ પાવાગઢ મંદિરના રસોડા પાસેનો એક ભાગ ધરાશાયો,

પંચમહાલ: 51શક્તિપીઠ પાવાગઢ મંદિરના રસોડા પાસેનો એક ભાગ ધરાશાયો, 
લાંબા સમયથી પાવાગઠ મંદિરના રિનોવેશનની કામગીરી ચાલી રહી છે રવિવારે અંદાજીત 50 હજારથી વધુ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યાં તંત્ર દ્વારા માચી જવાના ત્રણ રસ્તા પર ટ્રાફિક રોકી દેવામાં આવ્યો છે.

મંદિરની સાઇડમાં આવેલો બાથરૂમનો ભાગ એ ડિમોલીશન કરવાનો જ હતો 
હાલોલ:51 શક્તિપીઠમાનુ એક પાવાગઢ મંદિર કોરોનાની મહામારી વચ્ચે છેલ્લા લાંબા સમયથી શ્રદ્ધાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ. જોકે સરકારની ગાઇડલાઇન મૂજબ હાલ મંદિરને દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ત્યારે રવિવારના રોજ 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા નજીક આવેલી ઓફીસનો એક તરફનો ભાગ અચાનક ધરાશાય થયો હતો. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલીક માચી જવાના રસ્તા પર ટ્રાફિક રોકી દેવામા આવ્યો છે. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી.

હાલોલ સ્થિત પાવાગઢ મંદિર ખાતે હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહીં છે. ત્યારે મંદિર પરિસર અને તેની આસપાસની જગ્યાઓમાં જુનુ બાંધકામ ઉતારવાની કામગીરી ચાલી રહીં છે. ત્યારે રવિવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પાવાગઢ મંદિરના રસોડા પાસે આવેલી ઓફીસનો પાછળનો એક તરફનો ભાગ એકાએક ધરાશાય થઇ ગયો હતો.

ઘટના અંગે મંદિર પ્રસાશન અને સ્થાનિક તંત્રને જાણ થતા તેઓ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા. આ દુર્ઘટનાને પગલે હાલ મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની એન્ટ્રી સાવચેતી અને સલામતીના પગલા લેવાના શરૂ કરી દીધા છે.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close