નવજાત બાળકી આવી કોરોનાની ચપેટમાં, એક અઠવાડિયાથી વધુ..

કલકતામાં કોરોના વાઇરસના સંક્રમણની પુષ્ટિ થયાના એક અઠવાડિયા પછી વેન્ટિલેટર પર રહેલ એક નવજાતને ગઇકાલે એટલે કએ શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એ નવજાતનો ઈલાજ કરતાં ડોક્ટરે જણાવ્યું કે જન્મના થોડા જ દિવસો પછી એ આ જાનલેવા કોરોના વાઇરસની ચપેટમાં આવી ગઈ હતી.
એ 42 દિસવની છોકરીને 29 ઓગસ્ટએ હોસ્પિટલમાં એડમીટ થઈ હતી. ડોક્ટરના જણાવ્યા મુજબ એ નવજાતને એ સમયે ખુબજ તાવ આવતો હતો. અને સાથે જ તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. એટલા માટે તેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. તેના ઈલાજ દરમિયાન એ બાળકીનું હ્રદય ફક્ત 35% જ કામ કરી રહ્યું હતું.
ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, ‘ બાળકીના બંને ફેફસા પ્રભાવિત થઈ ગયા હતા. એટલે એમને સ્ટેરોયડ અને એન્ટિ વાઇરલ દવાઓ આપવાનું નક્કી કર્યું હતું. ધીરે ધીરે બાળકીની હાલતમાં સુધારો આવવા લાગ્યો હતો અને તેના ફેફસા સારી રીતે કામ કરવા લાગ્યા હતા. સાથે ગઇકાલે તે પૂરી રીતે સ્વસ્થ થઈ અને ઘરે પરત ફરી હતી.’