મનોરંજન

એક મહિના બાદ અર્જુન કપૂર કોરોના થી રિકવર થયો: ટેસ્ટ નેગેટિવ

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરનો કોરોના ટેસ્ટ 6 સપ્ટેમ્બરના પોઝિટિવ આવ્યો હતો. અંદાજે એક મહિના બાદ અર્જુનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અર્જુન કપૂરે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરી હતી. અર્જુને કોવિડ 19થી બચવા માટેની સલાહ પણ ફેન્સને આપી હતી. અર્જુને ફેન્સનો આભાર માન્યો હતો.

અર્જુને ઈન્સ્ટા પોસ્ટમાં કહ્યું હતું, ‘હેલ્લો, તમને એ જણાવતા આનંદ થાય છે કે આ વીકેન્ડમાં મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હવે મને સારું છે. હું પૂરી રીતે ઠીક થઈ ગયો છું. તમારી પ્રાર્થના તથા દુઆ માટે આભાર. આ વાઈરસ ઘણો જ ખતરનાક છે, આથી જ આને ગંભીરતાથી લેવાની જરૂર છે. એ વાત ધ્યાનમાં રાખવી કે કોરોના વાઈરસ દરેક ઉંમરની વ્યક્તિને અસર કરે છે.’

અર્જુને પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘ખતરનાક વાઈરસના જોખમને ધ્યાનમાં રાખીને તમે માસ્કના મહત્ત્વને સમજો. બહાર જતા સમયે માસ્ક પહેરેલો જ રાખો. BMCના સપોર્ટ માટે આભાર. ફ્રન્ટલાઈનર વર્કર્સને સલામ.’

અર્જુન કપૂરે છ સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત શૅર કરી હતી. અર્જુને પોસ્ટમાં કહ્યું હતું, ‘આ મારી જવાબદારી છે કે હું તમને લોકોને એ માહિતી આપું કે મારો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું ઠીક છું અને મારામાં કોરોનાના લક્ષણો નથી.’

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + nine =

Back to top button
Close