દેવભૂમિ દ્વારકા
તાલુકા કાર્યકારિણી સમિતિ માટેની એક બેઠકનું આયોજન દ્વારકા જીલ્લાની ટીમ દ્વારા કરવામા આવ્યુ.
તાલુકા કાર્યકારિણી સમિતિ માટેની એક બેઠકનું આયોજન દ્વારકા જીલ્લામાં આપની દ્વારકા જીલ્લાની ટીમ દ્વારા કરવામા આવ્યુ. યુવા જોડો અભિયાન ની શરૂઆત દ્વારકાધિશના દર્શનથી કરવામા આવી હતી. જેમા જીલ્લા અધ્યક્ષ કે.જે.ગઢવી, પ્રભારી જોગલભાઇ, દિલ્હીથી આપના લોકસભા અધ્યક્શ યાદવજી, મુકેશભાઈ, નિઝામભાઈ હાજર રહ્યા હતા, જેમા દ્વારકાના પક્ષપ્રમુખ તરીકે મેઘાભા હાથલ, પ્રભારી તરીકે હરેશભાઇ પ્રજાપતિ, ઉપપ્રમુખ તરીકે કેશુભા ની સર્વાનુમતે વરણી કરવામા આવી હતી. સૌ આગેવાનોઍ આ નિમુંણકને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. જીલ્લા પ્રમુખ કે જે ગઢવીએ આપની સરકારની આમ આદમીલક્ષી સરકારના વખાણ કર્યા હતા. અને આપનુ સંગઠન મજબૂત કરવાનો અનુરોધ ક્ર્યો હતો.