સ્પોર્ટ્સ
સંજૂ સેમસન અને સ્ટિવ સ્મિથ નામ નું વાવાજોડું ચેન્નઈ ઉપર ત્રાટક્યુ…

સંજૂ સેમસન અને સ્ટિવ સ્મિથે બીજી વિકેટ માટે ૧૨૧ રનની પાટર્નશિપ કરી હતી. છેલ્લા આઠ બોલમાં જોફ્રા આર્ચરે ચાર સિક્સ સાથે ૨૭ રન કરી નોટ આઉટ રહ્યો હતો.તેની સાથે રાજસ્થાન રોયલ્સે ૨૧૭ રનનો લક્ષ્ય ચેન્નઇ સુપર કિંગ્સને આપ્યો હતો. ચેન્નઇની ટીમ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૦૦ રન કરી શક્યા હતા તેની સાથે રાજસ્થાને ૧૬ રનથી તેનો પ્રથમ મુકાબલો જીતીને આઇપીએલ ની શરૂઆત કરી હતી.

રાજસ્થાનના ત્રણ બેટ્સમેનોએ કુલ ૧૭ છગ્ગા માર્યા હતા. એટલે કે ૫૦ % રન છગ્ગાઓ દ્વારા થયા હતા. સંજૂએ નવ, સ્મિથ અને આર્ચરે ચાર-ચાર સિક્સ માર્યા હતા.અને આઇપીએલ૧૩ ની પેહલી ટીમ 200+ રન કરનારી ટીમ બની હતી.