
આપણે બધા જાણીએ જ છીએ કે કોરોનાકાળ ચાલી રહ્યું છે અને એવામાં કોઈ પણ તહેવારોની ઉજવણી ઉપર પાબંધી લગાવેલ હતી પણ હવે જેમ જેમ અનલોકની પ્રક્રિયા શરૂ થઈ છે એમ એમ ઘણી છૂટછાટ મળી રહી છે.
આ બધા વચ્ચે આપણા ગુજરાતીઓના મનમાં બસ એક જ સવાલ ચાલી રહ્યો હતો કે શું નવરાત્રિની ઉજવણી શક્ય બનશે?

આ સવાલ ઉપર ઘણા બધા દિવસોથી વિચારણા ચાલી રહી હતી. ગુજરાતમાં 17મી ઓકટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે રાજ્ય સરકારે હજી સુધી કોઇ નિર્ણય કર્યો નથી. પરંતુ સરકાર તરફથી થોડા દિવસો પહેલા એક સકારત્મ્ક સંકેત મળ્યો હતો અને તે સંકેતને અનુસાર લોકોના મનમાં નવરાત્રીને લઈને ઘણી આશાઓ જાગી હતી.
નોરતાના આયોગન અંગે સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરી નવરાત્રિ પહેલા જાહેરાત કરશેઃ નીતિન પટેલ

નિતિન પટેલે આગળ જણાવ્યુ હતું કે , હાલ સરકાર કોરોનાને નિયંત્રિત કરવા માટેની બને એટલી વધુ કોશિશ કરી રહી છે. નવરાત્રિ પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય એટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે.જો ગરબાની મંજૂરી આપવામાં આવશે તો થર્મલ સ્ક્રિનિંગ બાદ એન્ટ્રી અને ખેલૈયા માટે રેપિડ ટેસ્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે.એક તરફ ગરબા એસોસિયેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી કહ્યું છે કે કોવિડની હોસ્પિટલોમાં દર્દીઓ માટે ગરબા ગવડાવામાં આવ્યા હતા. બીજી તરફ ઇવેન્ટ સંચાલકોએ પણ સરકાર પર દબાણ વધાર્યું છે છતાં સરકારે કોઇ સ્પષ્ટતા હજી સુધી કરી નથી.