મોરબી

મોરબીના લીલાપર રોડ પર ગેસનો બાટલો ફાટતા પતિ-પત્ની અને બાળક સહિત ત્રણ દાઝયા

મોરબી : મોરબીના લીલાપર રોડ ફકરી પાર્ક-૧માં રહેતા વોરાજીના મકાનમાં ગેસ બાટલો ફાટતાં પતિ પત્ની અને બાળક સહીત ત્રણ દાઝયા હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવની મળતી વિગત પ્રમાણે મોરબીના લીલાપર રોડ પર આવેલ ફખરી પાર્ક-૧ માં આજે સવારના સમયે કોઈ કારણસર હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા ઉંમર વર્ષ ૩૫ ના ઘર માં કોઈ કારણોસર ગેસનો બાટલો ફાટતાં ઘરમાં રહેલા હાજર સભ્યો હુસેનભાઇ મોહમ્મદભાઈ નગરીયા તેમની પત્ની સકિનાબેન હુસેનભાઇ નગરીયા ઉંમર વર્ષ ૨૭ અને તેનું છ વર્ષનું બાળક અમર બાટલો ફાટતાં ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતા ૧૦૮ ની ટીમના ઈએમટી નિલેશભાઈ બારૈયા અને પાયલોટ નિલેશભાઈ બકુત્રા સહીતની ટીમ દોડી ગઈ હતી અને દાઝી ગયેલા પતિ પત્ની અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને દંપતી અને બાળક ગંભીર રીતે દાઝેલા હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા છે સવારના સમયે જયારે બાટલો ફાટ્યો ત્યારે ઘરના દરવાજા તેમજ ઘરમાં રહેલી ઘણી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ છે તો નુકશાની પણ થઇ છે હતી ઘટનાની જાણ થતા આજુબાજુના લોકોએ પણ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ પર કાબુ આવે તે પહેલા પરિવારના ત્રણ સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + seventeen =

Back to top button
Close