ગુજરાતદેવભૂમિ દ્વારકાસૌરાષ્ટ્ર

દ્વારકાના સિંઘમ એસ.પી સુનિલ જોશી વિશે થોડી વાતો ..

દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ વડા તરીકે સુનિલ જોશીની બદલી થાય બાદ દ્વારકામાં અનેક સુધારાઓ આવી રહ્યા છે. હાલ જ એમના લીધેલ એક્શનની વાત કરી તો ખંભાળિયા પંથકમાં રવિવારે એક જુગાર દરોડા બાદ ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા પોલીસ મથકમાં જ જુગાર રમાતો હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.એસ.પી સુનીલ જોશીએ તુરંત ન્યાય આપતું કડક પગલું ભર્યું હતું અને ખંભાળિયા પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા અને 3 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુગાર અને દારૂ બંને સામાન્ય વાત બની ચૂકી છે એવામાં એસ. પી સુનિલ જોશી ઘણી સારી કામગીરી કરી રહ્યા છે.

સુનિલ જોશીની પત્ની શ્રીમતી સ્વેતા શ્રીમાળીની નિમણૂક મનગર જીલ્લા પોલીસ વડા તરીકે થઈ છે. અગાઉ ડાંગ અને વલસાડ એમ બાજુના જિલ્લાઓમાં બન્ને ફરજ બજાવતા હતા. બંને પતિપત્ની મળીને દ્વારકા અને જામનગરમાં ખૂબ સારી કામગીરી બજાવી રહ્યા છે. બંનેને ગુજરાતનાં પહેલા ખાખી કપલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 15 =

Back to top button
Close