નાગપુર-મુંબઈ કોરિડોર પર વર્ધા નજીક ચરખાની ડિઝાઈન ધરાવતો પુલ તૈયાર થશે

મહારાષ્ટ્ર સરકાર મુંબઈ-નાગપુર વચ્ચે 701 કિલોમીટરના સમૃદ્ધિ કોરિડોર પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે ચરખાની ડિઝાઈન ધરાવતો બ્રિજ તૈયાર કરશે. 701 કિલોમીટરનો આ બ્રિજ વર્ધા જીલ્લામાં પ્રવેશ સ્થળ હશે, જે સેવાગ્રામ આશ્રમ તરફ જાય છે, અહીંથી મહાત્મા ગાંધીએ 12 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું. મહાત્મા ગાંધીએ ચરખા સાથે સ્વદેશી આંદોલન શરૂ કર્યું હતુ અને વિદેશી સામાન ખરીદવાને બદલે સાથી દેશવાસીઓને જાતે જ પોતાના કપડાં તૈયાર કરવા પ્રોત્સાહન આપ્યું હતુ. આ પુલને ત્રણ પૈડા હશે. બે મોટા આરાવાળો 40 મીટર ઘેરાવા ધરાવતા અને આરા ધરાવતુ એક પૈડુ 16 મીટરનુ હશે. 6 લેન ધરાવતા માર્ગ પર વર્ધા નદી પર પુલ બનશે.
મે 2020 સુધીમાં 701 કિલોમીટરનો આ માર્ગ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
પુલની ડિઝાઈન ફેક્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેના ડિરેક્ટર દીપ ડેએ કહ્યું કે અમે આ પ્રકારના વિષયની પસંદગી કરી છે, જે ભારત એક મહાશક્તિ તરીકે ઉભરી રહી છે તે દર્શાવે છે. ચરખો મેક ઈન ઈન્ડિયા અભિગમનું પ્રતિનિધિત્વ કરે છે તથા વર્ધા એક પ્રતિકાત્મક ઓળખ પણ છે.