ટેકનોલોજી
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ માં આવ્યો એક મોટો ફેરફાર, હવે કોઇને પણ મોકલી શકાશે મેસેજ

ઇન્સ્ટાગ્રામ સતત પોતાના યુઝર્સને ધ્યાનમાં રાખીને અપડેટ કરી રહ્યું છે. અગાઉ ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સને તેમની રીલ્સમાં અપડેટ કરીને ટિકટૉકનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. હવે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ માં અપડેટ કરીને યુઝર્સને મેસેજ કરવાની સુવિધા આપવામાં આવી છે.



પહેલા ઇન્સ્ટાગ્રામ યુઝર્સ એ જ લોકોને થ્રેડ્સ દ્વારા મેસેજ કરી શકતું હતા જે તેમની કલોઝ ફ્રેન્ડસ લિસ્ટમાં હોય પરંતુ હવે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ દ્વારા કરવામાં આવેલા અપડેટ્સ પછી ઇન્સ્ટાગ્રામ યુઝર્સ થ્રેડ્સ ડાઉનલોડ કર્યા વિના ઇન્સ્ટાગ્રામ પર દરેકને મેસેજ મોકલી શકશે.
આ અપડેટ Android અને iOS બંને ડિવાઇસ માટે રોલઆઉટ કરી દીધું છે.
ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ અપડેટની માહિતી સૌથી પહેલાં ટિપ્સટર Jane Manchun Wong દ્વારા જાહેરાત કરાઇ હતી. ઇંસ્ટાગ્રામ એ થ્રેડ્સ ને ગયા વર્ષે જ લોન્ચ કર્યું હતું.