
જ્યારે રાજ્યસભા રવિવારે કૃષિ બીલોને લઈને હંગામો થતાં સમાચારોમાં હતી ત્યારે લોકસભાની કાર્યવાહી મધ્યરાત્રિ સુધી શાંતિપૂર્ણ રીતે ચાલુ રહી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ સભ્યોની સંમતિથી શૂન્ય કલાકની કાર્યવાહી શરૂ કરી હતી. આ સમય દરમિયાન 88 સભ્યોએ લોકહિતના મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા હતા.

સંસદના ચોમાસુ સત્રનો આજે આઠમો દિવસ છે. આજે રાજ્યસભામાં વિપક્ષી સાંસદો દ્વારા હોબાળો મચાવવાનો મુદ્દો સામે આવ્યો છે. અધ્યક્ષ દ્વારા પ્રતિબદ્ધ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. હોબાળો મચાવનાર વિપક્ષી પાર્ટીઓના 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજ્યસભામાં કૃષિ બિલની ચર્ચા વખતે રવિવારે બનેલી ઘટના પર સભાપતિએ કહ્યું કે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સાંસદોએ પેપર ફેંક્યા. માઇકને તોડી દીધા. રૂલ બુકને ફેંકવામાં આવી. આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી. તેમની સામે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી.