સલમાન ખાન, કરણ જૌહર અને ભણશાલી સહિત 8 બોલિવૂડ સેલિબ્રિટીને કોર્ટનું તેડું,

નહીં હાજર થાય તો ફરિયાદ થશે
સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના કેસમાં પોલીસ, સીબીઆઈ, ઇડી અને એનસીબી બાદ હવે કોર્ટની કાર્યવાહી પણ શરૂ થઈ છે. સુશાંતના કેસમાં બિહારના મુઝ્ફ્ફરપુર જિલ્લા અદાલતમાં એક પીટિશન પર સુનાવણી કરવામાં આવી હતી, જેમાં બોલિવૂડના 8 સેલિબ્રિટીને અદાલતમાં હાજર થવાનો આદેશ કરાયો છે.
કોર્ટે પોતાના આદેશમાં સલમાન ખાન, આદિત્ય ચોપડા, સાજિદ નાડિયાવાલા, એકતા કપૂર, કરણ જૌહર, દિનેશ વિજયન, ભૂષણ કુમાર અને સંજયલીલા ભણશાલીને 7 ઓક્ટોબરના રોજ હાજર થવા આદેશ કર્યો છે. જેમાં કોર્ટે કહ્યું છે કે જાતે હાજર રહે અથવા વકીલ મારફતે હાજરી પૂરાવે. કોર્ટે આ તમામને નોટિસ ફટકારી હાજર રહેવા આદેશ કર્યો છે.
મુજફ્ફરપુરની વકીલ સુધિર ઓઝાએ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના કેસમાં સલમાન ખાન અને કરણ જૌહર સહિત 8 સામે કેસ દાખલ કરવા માટે કોર્ટમાં પીટિશન કરી છે. પીટિશનમાં સુધીર ઓઝાએ કરણ જૌહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપુર સહિત 8 લોકોના નામ જોગ ફરિયાદ દાખલ કરવા માટે માગ કરી છે. જેમાં આરોપ મૂકાયો છે કે આ લોકોના ત્રાસને કારણે સુશાંત સિંહે આત્મહત્યા કરી છે.
સુધીર ઓઝાએ આરોપ મૂક્યો છે કે સુશાંતને 7 ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેમની કેટલીક ફિલ્મોની રિલિઝ થવા દેવામાં આવી નથી. જેને પગલે સુશાંતે આત્મઘાતી પગલું ભર્યું છે. સુશાંતની આત્મહત્યા માટે બોલિવૂડની 8 સેલિબ્રિટી સામે કલમ 306, 109, 504 અને 506 ની અંતર્ગત કેસ દાખલ કરવા માટે પીટિશન કરાઈ છે.