ગુજરાત

ગુજરાતમાં ઓકસીજન ઉત્પાદનનાં 50% મેડીકલ સપ્લાય માટે અનામત

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા જ મૃત્યુઆંક પણ ઉંચો જતા કોરોનાની સારવાર માટે આવી રહેલા દર્દીઓને ઓકસીજન સપ્લાયની સતત જરૂર રહે છે અને હાલ જે રીતે સ્થિતિ બની રહી છે તેમાં ઓકિસજન સપ્લાયને આંચ આવે નહી તે માટે સરકાર હવે રાજયમાં ઉત્પાદીત થતા ઓકસીજનમાં 50% ઉત્પાદન મેડીકલ સપ્લાય માટે અનામત રાખવા આદેશ આપ્યો છે. ફકત ગુજરાત જ નહી દેશના અનેક રાજયોમાં ઓકસીજનની માંગ વધી છે.

મધ્યપ્રદેશ સરકારે તો ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજય પાસેથી મેડીકલ ઓકસીજન પુરુ પાડવાની વિનંતી કરી છે તે વચ્ચે ગુજરાતમાં રાજય સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ અને ભારતીય ફોજદારી ધારા ઉપરાંત એપીડેમીક ડિઝાસ્ટર એકટની કાનૂની જોગવાઈઓને સંયુક્ત રીતે સાંકળીને એક જાહેરનામું બહાર પાડયું છે જે મુજબ રાજયમાં ઓકસીજન ઉત્પાદકોએ તેની શ્રેષ્ઠ ઉત્પાદન ક્ષમતાથી સતત રીતે ઓકસીજનનું ઉત્પાદન કરવાનું રહેશે અને ત્યાં 50% ઓકસીજન મેડીકલ ઉપયોગ માટે અને ખાસ કરીને હોસ્પીટલોને સપ્લાય માટે અનામત રાખવાનું રહેશે.

ઉપરાંત જો હોસ્પીટલની આવશ્યકતા વધી જાય તો 50%થી વધુ ઉત્પાદન પણ પુરુ પાડવાની તૈયારી રાખવી પડશે અને તે બાદનો સ્ટોક જ ઔદ્યોગીક ઉત્પાદન માટે ફાળવી શકાશે અને આ આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 188 હેઠળક્ષ સજાપાત્ર અપરાધ ગણીને કામ લેવાશે. રાજયના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ અંગેનું એક જાહેરનામુ બહાર પાડયું છે. હાલમાં જ વડોદરામાં ખાસ કોવિડ ડયુટી પર મુકાયેલા ઉચ્ચ અધિકારી વિનોદ રાવે ઓકસીજનની ચિંતાજનક સ્થિતિ મુદે સરકારનું ધ્યાન દોર્યા બાદ ફુડ એન્ડ ડ્રગ વિભાગ એકશનમાં આવી ગયુ હતું.

આ વિભાગના કમિશ્નર ડો. એસ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે રાજયમાં રોજ 250 ટન ઓકસીજનનો ઉપયોગ થાય છે અને 50 ઉત્પાદક છે અને તેથી આ નિર્ણય લેવાયો છે. જો કે રો-મટીરીયલનો પ્રશ્ન છે. લીકવીફાઈડ ઓકસીજનની માંગ વધી છે અને ગુજરાતને તેમાં પુરતો સ્ટોક મળે તે રાજય સરકારે જોવું પડશે. હાલ એક લીટર ઓકસીજનના રૂા.35 જેવી ઉંચી કિંમત ચૂકવવી પડે છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − 1 =

Back to top button
Close