ગુજરાત

ભરૂચમાં અંબિકા જ્વેલર્સમાં 4 લૂંટારાની ધડાધડ, CCTVમાં દ્રશ્યો કેદ.

ભરૂચમાં અંબિકા જ્વેલર્સમાં 4 લૂંટારૂનું ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ, માલિકે લૂટારૂની પિસ્તોલથી પ્રતિકાર કરતા 4 લૂંટારૂ ફરાર, માલિકને પેટના ભાગે ગોળી વાગી
ભરૂચ7 મિનિટ પહેલા
લૂંટ ચલાવીને 4 લૂંટારૂ ફરાર, પોલીસે FSL અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી
પોલીસે ભરૂચમાં નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી
એક લૂંટારૂની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી જતા લૂંટારૂએ ભાગવુ પડ્યું
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે 2 લૂંટારા ઘૂસ્યા હતા. જો કે અંબિકા જ્વેલર્સના માલિકે લૂંટારૂની પિસ્તોલથી જ પ્રતિકાર કરતા લૂંટારૂઓને ભાગવું ભારે પડ્યું હતું. અંબિકા જ્વેલર્સના માલિકની સાથે બાજુમાં આવેલી કલ્યાણ જ્વેલર્સના માલિકે મળીને પ્રતિકાર કરતા બહાર ઉભેલા બે લૂંટારૂ સહિત ચારેય લૂંટારૂ ભાગી છૂટ્યા હતા. જેમાં કલ્યાણ જ્વેલર્સના માલિક અને અંબિકા જ્વેલર્સના માલિક ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અંબિકા જ્વેલર્સના માલિક નિખિલ મનહરભાઇ સોનીને પેટમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ એસઓજી, એલસીબીની ટીમો અને DYSP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતિકાર કરતા લૂંટારૂએ ફાયરિંગ કરતા માલિકના પેટમાં ગોળી વાગી
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ દુકાનની બહાર આજે બપોરે 2 બાઇકમાં 4 લૂંટારૂઓ પહોંચ્યા હતા. જેમાંથી 2 લૂંટારા દુકાનની અંદર પ્રવેશ્યા હતા અને સોનાની ચેઇન જોવા માટે માંગી હતી. આ સમયે બંને લૂંટારૂએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા દુકાનના બેઠેલા માલિક નિખિલ મનહરભાઇ સોનીએ પ્રતિકાર કર્યો હતો. જેથી લૂંટારૂએ તેમની પર ફાયરિંગ કર્યું હતું. જેથી તેઓ ઢળી પડ્યા હતા. આ ઉપરાંત બાજુની દુકાનમાંથી દોડી આવેલા કલ્યાણ જ્વેલર્સના માલિક મહેશભાઇ ભગવાનદાસ સોનીએ પણ પ્રતિકાર કરતા લૂંટારૂઓએ ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જેમાં બંને ઇજાગ્રસ્ત થયા હતા. મહેશભાઇને હાથના ભાગે અને અન્ય નિખિલભાઇને પેટના ભાગે ગોળી વાગી હતી. જેથી બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.લૂંટારૂની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી ગઇ
લૂંટ ચલાવીને ભાગી રહેલા એક લૂંટારૂની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી જતા લૂંટારૂએ ભાગવુ પડ્યું હતું. આ સમયે જ્વેલર્સ માલિક અને અન્ય લોકો લૂંટારૂની પાછળ ભાગ્યા હતા. જોકે લૂંટારૂ એક વખત નીચે પડ્યા પછી ભાગી છૂટવામાં સફળ થયો હતો.
કેટલી લૂંટ થઇ તે હજી જાણી શકાયુ નથી
લૂંટારૂઓ થેલામાં જ્વેલરી લૂંટીને ભાગ્યા હતા. જોકે કેટલી જ્વેલરી કે રકમની લૂંટ થઇ તે હજી સુધી જાણી શકાયુ નથી. ભરૂચ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં FSL અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. અને હાલ તપાસ ચાલી રહી છે.

2 દિવસ પહેલા રેકી કરીને લૂંટારૂઓએ લૂંટનો પ્લાન ઘડ્યો
4 લૂંટારૂઓએ 2 દિવસ પહેલા અંબિકા જ્વેલર્સની દુકાન બહાર રેકી કરી હોવાનું જાણવા મળ્યું છે અને લૂંટનો પ્લાન ઘટ્યો હોવાનું બહાર આવ્યું છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − thirteen =

Back to top button
Close