ગુજરાત
ગુજરાતના 4 IAS હવે કેન્દ્રમાં નિયુક્તિ…

દેશનાં 46 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સમકક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 4 IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ 4 અધિકારીઓમાં મનીષા ચંદ્રા, રાજેન્દ્ર કુમાર, રાજેશ મંજુ તથા રાકેશ શંકરની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છેકે, આ નિયુક્તિમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશના IASની નિયુક્તિ કરવામાં આવી છે.
આ પણ વાંચો..
15 રૂપિયાનો માવો 25 માં…

રાજકોટમાં કોરોનાના કારણે દિવસે કરફ્યુ જેવા આકરા નિયમો પાળવામાં આવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર લોકો પાન-તમાકુના મોં માંગ્યા રૂપિયા વસૂલી રહ્યાં છે. રાજકોટમાં પાનની દુકાનો બંધ થતાં સોપારી-તંબાકુની કાળા બજારી ફરીથી શરૂ થઈ છે. પાન-મસાલા માટે તંબાકુના ડબાનો 150 રૂપિયા હતો, જે હવે 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. તો 15 રૂપિયામાં મળતો માવો હવે 22 થી 25 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.