2 વ્યકિતઓને મોતને ઘાટ ઉતારતા 4 કોંગ્રેસીઓ..દેશ આવા હિંસક પક્ષને ટેકો આપશે ?

એક તરફ દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે આવા કપરા સમયમાં કોગ્રેસ સરકારના વિરોધના નામે કોરોના સામે રક્ષણ માટે બનાવેલા નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે. આ સમયગાળમાં લોકોની સેવા કરવાની જગ્યાએ અનેક કોંગ્રેસી નેતા, પ્રમુખો અને કાર્યકર્તાઓની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવણી સામે આવી છે. તેવામાં આ વખતે કોંગ્રેસના કાર્યકરોએ તમામ હદો વટાવી દીધી છે. 4 કોંગ્રેસીઓએ ભેગા થઈને રાજનૈતિક હત્યા કરી હોવાનો ચોકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, વર્ષ 2019 માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં સત્તાધારી માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની યુવા પાંખ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સામે આવ્યું હતું. ત્યારબાદ તેમની વચ્ચે તણાવ જોવા મળી રહ્યો હતો. અને અંતે આ ઘર્ષણને લઇને આ હત્યા થઈ હોવાનો અંદાજો પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર મામલે કેવી રહી પોલીસની કામગીરી
આ હત્યાના મામલે પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા કોંગ્રેસીઓમા શેજીત, અજીત, નજીબ અને શાતિનો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં મુખ્ય બે આરોપી સંજીવ અને સનલની હજુ સુધી ધરપકડ થઈ નથી. પોલીસ દ્વારા આ ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જોકે FIR માં અત્યાર સુધી રાજનૈતિક હત્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી