રાજકોટ
રાજકોટ જિલ્લાના 6 તાલુકાઓ અને 14થી વધુ ગામડાઓના 205 વિસ્તારો ક્નટેનમેન્ટ ઝોન જાહેર

રાજકોટ જિલ્લાના 6 તાલુકાઓ અને 14થી વધુ ગામડાઓમાં કોરોના પોઝીટીવના કેસો મળી આવતા જિલ્લા કલેકટર રેમ્યા મોહને 205 વિસ્તારો ક્નટેનમેન્ટ ઝોન જાહેર કરી લોકોની અવર-જવર પ્રતિબંધીત કરતો હુકમ કર્યો છે.
રાજકોટ જિલ્લા કલેકટરે ભાયાવદરની માલીર સોસાયટી, ઉપલેટાની ગરબી શેરી, વિંછીયાના જમડા તથા પરા વિસ્તાર, ગોંડલના ખોડીયારનગર, ધોરાજીના કુંભારવાડા, પરબની જગ્યા, રાજકોટ નજીકના માલીયાસણ, ઉપલેટા-ઢાંક સહિતના વિસ્તારોમાં ક્નટેનમેન્ટ ઝોન જાહેર કરી આ તમામ વિસ્તારના લોકોને અવર-જવર માટે પ્રતિબંધીત છે