
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
શહેરા તાલુકાના ૪૫૦૦૦ બાળકોને કોરોના મહામારીના સમયે મામલતદાર કચેરી શહેરાની મધ્યાહન ભોજન યોજના વિભાગ દ્વારા ફૂડ સિક્યુરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટનો લાભ અપાયો.
વર્તમાન સમયે કોરોના મહામારીના કારણે શાળા કક્ષાએ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓને હોમ લર્નિંગ દ્વારા શૈક્ષણિક પ્રવૃતિઓ કાર્યરત કરવામાં આવેલ છે. એન.એફ.એસ.એ. ૨૦૧૩ની અને મધ્યાહન ભોજન યોજના નિયમો – ૨૦૧૫ની જોગવાઈ મુજબ સરકારશ્રી દ્વારા બાળકોને નિયત પ્રમાણ મુજબ ફૂડ સિક્યુરિટી એલાઉન્સ ચૂકવવામાં આવે છે. મામલતદાર કચેરી શહેરાની મધ્યાહન ભોજન યોજના વિભાગ દ્વારા શાળાના એસ.એમ.સી.બેન્ક ખાતામાં ૭ તબક્કાવાર મળીને કુલ ૩૦૪૬૭૧૬૪.૬૦ કુકિંગ કોસ્ટની રકમ જમા કરાવેલ છે. તે રકમ શાળા દ્વારા વિદ્યાર્થીઓ કે વાલીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. તેમજ નોંધાયેલા લાભાર્થી બાળકોના વાલીઓને સામાજિક અંતર જાળવીને પ્રાથમિક શાળાઓમાં ૭ તબક્કા મુજબ ઘઉં ૩૩૨૬૬૦.૯૫ કિલોગ્રામ અને ચોખા ૩૩૨૬૬૦.૯૫ કિલોગ્રામનું શિક્ષકો, આચાર્ય અને મધ્યાહન સંચાલકની હાજરીમાં વિતરણ કરવામાં આવેલ છે.
શહેરા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડો.કલ્પેશ આર.પરમારે ફૂડ સિક્યુરિટી એલાઉન્સ વિતરણના મોનીટરીંગના ભાગરૂપે રમજીની નાળ પ્રાથમિક શાળાની મુલાકાત દરમિયાન નિયત પ્રમાણ મુજબ અનાજ વિતરણ જોવા મળ્યું હતું. આ સમયે સી.આર.સી.મોર ઊંડારા મહેશભાઈ પરમાર, આચાર્ય રમણભાઈ વણકર અને તેમનો સ્ટાફ હાજર રહી કોવિદની ગાઈડલાઈન મુજબ વિતરણ કરી રહ્યા હતા. શહેરા તાલુકાના તમામ બાળકોને શિક્ષણની સાથે તેમને ફૂડ સિક્યોરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટ નિયમિત અને નિયત પ્રમાણમાં મળે તે માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર શહેરા મેહુલ ભરવાડ સાહેબ અને પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર શહેરા જય બારોટ સાહેબ દ્વારા નિયમિત મોનીટરીંગ કરવામાં આવે છે. તેમના માર્ગદર્શન હેઠળ બી.આર.સી.શહેરા અને તેમની સમગ્ર શિક્ષા અભિયાન ટીમ શહેરા દ્વારા નિયમિત સિક્યોરિટી એલાઉન્સ અને કુકિંગ કોસ્ટ વિતરણનું નિયમિત મોનીટરીંગ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આપે છે.