ગુજરાત
ગુજરાતમાં ખાડા અને ગટરમાં પડી જવાથી ૧૨૨ લોકોના મોતઃ કોણ જવાબદાર?

- રાજયમાં ખાડામાં પડવાથી એક વર્ષમાં ૯૨ના મોત
- ખાડામાં પડવાથી મોતના દેશમાં ગુજરાત ત્રીજા નંબરે
- વર્ષ ૨૦૧૯ના આંકડાઓ આવ્યા સામે
નવી દિલ્હી: ગુજરાતમાં ખાડામાં પડવાથી ૯૨ લોકોના મોત થઈ ગયા છે. થોડાક અમથા વરસાદમાં ગુજરાતના રોડ રસ્તા રોલરકોસ્ટર રાઈડ જેવા થઈ જાય છે એટલું જ નહીં પરંતુ મનપા દ્વારા ખુલ્લી રખાતી ગટરોમાં પડી જવાથી ૩૦ લોકોના મોત થયા છે. રાજયમાં ખાડામાં પડવાથી એક વર્ષમાં ૯૨ લોકોના મૃત્યુ થયા છે વર્ષ ૨૦૧૯ના આંકડો સામે આવ્યો છે. ખાડામાં પડવાથી મૃત્યુમાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે. સૌથી વધારે રાજસ્થાનમાં ૨૮૮ લોકોના મૃત્યુ થયા છે. જયારે મહારાષ્ટ્રમાં ૧૩૪ લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૪૭૯ લોકોના મૃત્યુ ખાડામાં પડવાથી થયા છે. જયારે વર્ષ ૨૦૧૯માં ગટરમાં પડવાથી ૩૦ લોકોના મૃત્યુ થયા છે.