રાષ્ટ્રીય
ભારતમાં 16 કંપનીઓેને ઉત્પાદન માટે મંજૂરી, 10 લાખ કરોડના મોબાઈલ બનશે,

કેન્દ્ર સરકારે મંગળવારે સ્વદેશી તેમજ વિદેશી કંપનીઓના મોબાઈલ મેન્યુફેક્ચરિંગના 16 પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. જેના થકી દેશમાં 11000 કરોડ રુપિયાનુ રોકાણ કરશે. ભારતની કંપનીઓ માઈક્રોમેક્સ, લાવા, યુટીએલ ,ઓપ્ટિમસ જેવી કંપનીઓ પણ પ્રસ્તાવ મુકવામાં સામેલ છે. સરકારના કહેવા પ્રમાણે આ પ્રસ્તાવો એક વખત અમલમાં મુકાશે એટલે તેના કારણે બે લાખ લોકોને રોજગારી મળશે. ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાની સરકારની સ્કીમ હેઠળ ભારતને મોબાઈલ મેન્યુફેક્ચરિંગનુ વૈશ્વિક હબ બનાવવાની યોજના પર સરકાર આગળ વધી રહી છે.

આ યોજના હેઠળ રોકાણ કરનાર કંપનીઓ આગામી પાંચ વર્ષમાં 10 લાખ કરોડ રુપિયાના મોબાઈલ બનાવશે.જેમાં એપલના આઈફોનનો, સેમસંગનો પણ સમાવેશ થાય છે.મોટી સંખ્યામાં નવી નોકરીઓ પેદા થશે તેમજ મેક ઈન ઈન્ડિયા તથા ડિજિટલ ઈન્ડિયા જેવી સ્કીમોને પણ વેગ મળશે.