ટ્રેનમાં મુંબઈથી ટેસ્ટ વગર જૂનાગઢ આવેલા 13 મુસાફરો પકડાયા..

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોને નિયમ મુજબ, RTPCR ટેસ્ટ રિપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે. તેમ છતાં રિપોર્ટ કર્યા વગર મુંબઈથી ટ્રેનમાં જૂનાગઢ રેલવે સ્ટેશને આવી પહોંચેલા વધુ 13 પ્રવાસીઓ સામે રેલવે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રેલવે પોલીસે ચેકિંગ કરી રહી હતી ત્યાં ટેસ્ટ વગર મુંબઈથી ગુજરાતમાં આવતા 13 પ્રવાસીઓ પકડાયા હતા. જોકે, રેલવે પોલીસે ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ કરી છે.
આ પણ વાંચો..
PM મોદીએ લીધો વધુ એક મોટો નિર્ણય…

દેશમાં કોરોનાએ તબાહી મચાવી છે, ત્યારે બધાજ રાજ્યોમાં ઓક્સિજનની ભારે અછત ઊભી થઈ છે, જેથી PM મોદીએ વધુ એક મોટો નિર્ણય કરતા PM કેયર્સ ફંડમાંથી નવા ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવાનો આદેશ આપ્યો છે. હવે દેશમાં નવા 551 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે. આ પ્લાન્ટ વહેલમાં વહેલી તકે ઊભા કરાશે. આ પ્લાન્ટ વિવિધ રાજ્યોના જિલ્લાની
સરકારી હોસ્પિટલમાં સ્થાપિત કરાશે. જે પરિવાર કલ્યાણ મંત્રાલયની દેખરેખ હેઠળ થશે.