રાષ્ટ્રીય

12 વર્ષની દીકરીનો મોદીને પત્ર

પ્રદૂષણ અંગે હરિદ્વારની રિદ્ધિમાએ લખ્યું- અમારા ભવિષ્ય વિશે કંઇક વિચારો, કંઇ ન કર્યું તો અમને ઓક્સિજન સિલિન્ડર લઇને ચાલવું પડશે
પહેલા ઇન્ટરનેશનલ ક્લીન એર ડે ફોર બ્લૂ સ્કાયના અવસરે 12 વર્ષની પર્યાવરણ કાર્યકર્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. રિદ્ધિમાએ વડાપ્રધાનને લખ્યું- એ નિર્ધારિત કરો કે ઓક્સિજન સિલિન્ડર બાળકોના જીવનનો અગત્યનો ભાગ ન બને જેને ભવિષ્યમાં ખભે લટકાવીને ચાલવું પડે. હવા એટલી પ્રદૂષિત છે કે ઓક્સિજન સિલિન્ડર સાથે લઇને સ્કૂલે જવું એક ખરાબ સપના જેવું છે. મને ચિંતા છે કે જો મારા જેવા 12 વર્ષા બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો દિલ્હી અને અન્ય શહેરોમાં રહેતા બાળકો પર તેની શું અસર પડતી હશે.

દર વર્ષે ભારતના ઘણા વિસ્તારોમાં હવા ખૂબ પ્રદૂષિત થઇ જાય છે અને ઓક્ટોબર પછી તો શ્વાસ લેવાનું પણ મુશ્કેલ બની જાય છે. આપણને તેના વિશે વિચારવું પડશે અને કંઇક કરવું પડશે. ઘણા શહેરોમાં તો હવા ખૂબ જ પ્રદૂષિત છે. ત્યાં રહેતા લોકો માટે તે બહુ ખતરનાક છે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ પેદા થાય છે.

અમારા વડાપ્રધાન તરીકે તમે આબોહવા પરિવર્તનને એક વાસ્તવિકતા તરીકે સ્વીકાર કર્યું છે. દેશા દરેક બાળકો તરફથી આજના પ્રસંગે હું તમને અનુરોધ કરું છું કે મહેરબાની કરીને અમારા ભવિષ્ય વિશે વિચારો. તમે અધિકારીઓને કાયદા અને નિયમો કડકાઇથી લાગૂ કરવા માટે કહો જેથી ભારતના નાગરિકો સ્વચ્છ હવામાં શ્વાસ લઇ શકે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close